ગુજરાતમાં આજથી ઘટશે વરસાદનું જોર
ગુજરાતમાં આજથી ઘટશે વરસાદનું જોર
Published on: 02nd August, 2026

ગુજરાતમાં વરસાદનું જોર આજથી ઘટશે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી, 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે અને તમામ બંદરો પર નંબર-3 ચેતવણી સિગ્નલ જાળવી રાખવામાં આવ્યું છે. સિઝનમાં અત્યાર સુધી 17.56 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતાં 16% વધુ છે.