અસારવા સ્ટેશન પર કામગીરી, અસારવા-ખેડબ્રહ્મા અને કાનપુર સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર
અસારવા સ્ટેશન પર કામગીરી, અસારવા-ખેડબ્રહ્મા અને કાનપુર સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર
Published on: 03rd October, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ અસારવા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓ સંબંધિત વિકાસકાર્યોને કારણે અસારવા-ખેડબ્રહ્મા મેમૂ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર 1લી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અસારવા સ્ટેશનથી 19:05 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 01906 અસારવા–કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ પણ 6ઠ્ઠી ઓક્ટોબર 2026થી બદલાયેલા સમય મુજબ સવારે 8:45 કલાકે ઉપડશે.