જામનગર પોલીસ દ્વારા નવરાત્રી પૂર્વે શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા કોમ્બિંગ નાઈટ
જામનગર પોલીસ દ્વારા નવરાત્રી પૂર્વે શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા કોમ્બિંગ નાઈટ
Published on: 03rd October, 2026

જામનગર શહેરમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી 11 ઓક્ટોબરથી શરૂ થનાર આ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં 'કોમ્બિંગ' નાઈટનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન વાહન ચાલકોના દસ્તાવેજો, બ્લેક ફિલ્મ, ત્રિપલ સવારી, મોબાઇલનો ઉપયોગ અને અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી.