AI અને ડ્રોન ટેકનોલોજીથી રેલવે સુરક્ષામાં વધારો
AI અને ડ્રોન ટેકનોલોજીથી રેલવે સુરક્ષામાં વધારો
Published on: 03rd October, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ બાદ રાજકોટ મંડળે પણ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ની દેખરેખ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી છે. આ ટેકનોલોજીથી પાવર કે ટ્રાફિક બ્લોક લીધા વિના OHEની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાશે. અમદાવાદ મંડળના પરીક્ષણમાં ઇન્સ્યુલેટર પર ફ્લેશ માર્ક, પક્ષીઓના માળા જેવી ખામીઓ મળી હતી. રાજકોટ મંડળે 31 કિમી લાંબા સેક્શનમાં લાઈવ-લાઈન OHE નિરીક્ષણનું સફળ પરીક્ષણ કર્યું. આનાથી OHE ફેલ્યોર અને ટ્રેન વિલંબ અટકાવવામાં મદદ મળશે. ભવિષ્યમાં AI થી ખામીનું પૂર્વાનુમાન પણ શક્ય બનશે.