અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
જામનગર નજીક લતીપર હાઇવે પર ભયાનક કાર અકસ્માત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. આ અકસ્માત બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ અને ધ્રોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક લતીપર હાઇવે પર ભયાનક કાર અકસ્માત
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
ICAI દ્વારા CA ઇન્ટરમીડિયેટ પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોક્ષ રાઠોડ (AIR 5), સ્તુતિ ગોયંકા (AIR 10) અને કનૈયા શર્મા (AIR 40) એ પોતાની સખત મહેનત, શિસ્ત અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભવિષ્યમાં ટેક્સેશન અને ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
ગુજરાતના વડોદરાના મિસ્ત્રી પરિવાર 150 વર્ષથી વધુ સમયથી દુર્લભ 'રુદ્રવીણા' વારસાને જીવંત રાખી રહ્યો છે. રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' 2024-2025 માટે પસંદગી થઈ છે. કિશોરભાઈ છેલ્લા 50 વર્ષથી આ કળા માટે સમર્પિત છે, એક રુદ્રવીણા બનાવતા 3 વર્ષ લાગે છે. ચંદ્રભાગા નદીના તુંબડા, પેસિફિક બામ્બુ અને કાળા સીસમનો ઉપયોગ થાય છે. તેમની વીણા ન્યૂયોર્ક અને ફ્રાન્સના મ્યુઝિયમમાં શોભી રહી છે. આ પરિવારની સફર 153 વર્ષ પહેલાં ગુરુની તૂટેલી વીણાના સમારકામથી શરૂ થઈ હતી. યુવા પેઢીમાં પણ આ કળા પ્રત્યે રસ વધી રહ્યો છે.
વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન!
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવક સાથે RTO ચલણના નામે સાયબર ઠગાઈનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વ્યક્તિગત માહિતી ભરતા હેકર્સે તેના મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો. ત્યારબાદ OTPની મદદથી તેના બેંક ખાતામાંથી કુલ ₹11.87 લાખની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી. બીજા દિવસે બેંક મેસેજથી છેતરપિંડીની જાણ થતાં યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન!
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો!
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોતાની જાતને આઈપીએસ (IPS) જોન ડેનિયલ તરીકે ઓળખાવીને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન અને દાદાગીરી કરનાર નકલી અધિકારી સામે ગુનો નોંધાયો છે. ટ્રાફિક જામ દરમિયાન કારમાં આવેલા આ શખસે બંદોબસ્તમાં તૈનાત કોન્સ્ટેબલ અજય દેસાઈને ‘મને સેલ્યુટ કેમ ન મારી?’ તેમ કહીને ધક્કો માર્યો હતો અને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં પણ રોફ ઝાડી વીડિયો વાયરલ કરવાની ચીમકી આપી તે ભાગી ગયો હતો. કાલુપુર રેલવે પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદના આધારે નકલી આઈપીએસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો!
કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી
પૂણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. સિયાએ પ્રી-બર્થડે સરપ્રાઇઝના બહાને કેતનને લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો, જ્યાં બંનેએ મળીને તેને ખીણમાં ધક્કો મારી દીધો હતો. અગાઉ પણ સિયાએ સાપનો ખોટો ડર બતાવી કેતનને મારવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. ૩૩ ડિગ્રી તાપમાનમાં ચેતને હૂડી પહેરી પીછો કર્યો હોવાથી સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસને તેના પર શંકા ગઈ હતી. ટેકનિકલ તપાસમાં ખુલાસો થયો કે સિયા અને ચેતને છેલ્લા સાત મહિનામાં ૨૦૦૪ વાર ફોન પર વાત કરી હતી. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.
કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત.
કચ્છ અને દાહોદ જિલ્લામાં બનેલી ડૂબવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે માસૂમ બાળકો સહિત કુલ પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામમાં શાળાએથી આવ્યા બાદ તળાવમાં નહાવા ગયેલા એક જ પરિવારના બે બાળકો, ૧૧ વર્ષીય પ્રિન્સરાજ અને ૯ વર્ષીય ઋત્વિકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બીજી તરફ, કચ્છના રાપરના ફતેહગઢ પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સ્થાનિક યુવકોના અને સામખિયાળીના તળાવમાં ડૂબી જવાથી એક અજાણ્યા શખસનું મોત થયું છે. પોલીસે આ તમામ મામલે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત.
ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત: પિટબુલ કૂતરા અને મારપીટનો ભય
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં શ્રમ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે એક થેલા બનાવતી ફેક્ટરીમાં ચાલી રહેલા માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બે વર્ષથી 13 મજૂરોને બંધક બનાવીને કામ કરાવતા માલિકોની ધરપકડ કરવામાં આવી છે. મુક્ત થયેલા મજૂરોએ જણાવ્યું કે તેમને સારા પગારની લાલચ આપી લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના મોબાઈલ ફોન અને ઓળખપત્રો છીનવી લેવાયા. ભાગી ન છૂટે તે માટે બે પિટબુલ કૂતરા પણ રાખવામાં આવ્યા હતા. મજૂરોને માત્ર સૂકી રોટલી ખાવા મળતી અને વિરોધ કરનારાઓને લાકડીઓથી માર મારવામાં આવતો હતો. પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત: પિટબુલ કૂતરા અને મારપીટનો ભય
અમદાવાદના સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે
અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા ૫૩ વર્ષ જૂના ઐતિહાસિક સુભાષબ્રિજના પિલરમાં તિરાડો દેખાતા તેને સંપૂર્ણપણે તોડી પાડી નવો બ્રિજ બનાવવાની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. બ્રિજ એક્સપર્ટસની ટીમના નિરીક્ષણ અને તપાસ રિપોર્ટ બાદ સલામતીના ભાગરૂપે આ સર્વસંમત નિર્ણય લેવાયો છે. અગાઉ માત્ર રિપેરિંગ માટે ₹૨૩૬ કરોડનો ખર્ચ અને ૯ મહિનાનો સમય અંદાજવામાં આવ્યો હતો, પરંતુ હવે નવો બ્રિજ બનવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ બજેટ અને સમયગાળામાં નોંધપાત્ર વધારો થશે. હાલ તંત્ર દ્વારા બ્રિજની નવી ડિઝાઇન અને ટેકનિકલ મુદ્દાઓ પર વિશ્લેષણ શરૂ કરાયું છે.
અમદાવાદના સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે
રામ મંદિર દાન વિવાદ: 3500 કરોડ રોકડ, સોના-ચાંદી ગુમ!
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાના રોકડ દાન અને સોના-ચાંદીની હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે મેનેજમેન્ટને બિન-વ્યાવસાયિક ગણાવીને દાનના વ્યવસ્થિત રેકોર્ડનો અભાવ હોવાની ચેતવણી આપી હતી. આ ચેતવણીને અવગણવામાં આવી, જેના પરિણામે હાલનો વિવાદ સર્જાયો છે. ઉત્તર પ્રદેશ સરકારની SITએ પોતાનો પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે, જેમાં દાન પેટીઓની પારદર્શિતાનો અભાવ, સોના-ચાંદીના રેકોર્ડ ગુમ, ટેન્ડર પ્રક્રિયામાં અનદેખી અને ભાઈ-ભત્રીજાવાદ જેવી ગંભીર ખામીઓ ઉજાગર થઈ છે.
રામ મંદિર દાન વિવાદ: 3500 કરોડ રોકડ, સોના-ચાંદી ગુમ!
તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના 'બાઘા'ના પિતા અને જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન
ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર અને લોકપ્રિય અભિનેતા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું અવસાન થતાં ગુજરાતી નાટ્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. અરવિંદ વેકરિયાએ અનેક સફળ નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કરીને વિશેષ ઓળખ બનાવી હતી. તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ યાદગાર કેમિયો ભજવ્યો હતો. ‘અજબ કરામત’, ‘ઘર ઘરની વાત’ અને ‘રિટર્ન ટિકિટ’ જેવા નાટકોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના નિધનથી ગુજરાતી મનોરંજન જગતે એક અનુભવી કલાકાર ગુમાવ્યો છે.
તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના 'બાઘા'ના પિતા અને જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન
ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો!
ગુજરાત સરકારે GIFT City ને વૈશ્વિક સ્તરે આકર્ષક બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિદેશી દારૂ પરના VAT ને 65% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે, અને 30ml પર લેવાતી સ્પેશિયલ ફી નાબૂદ કરાઈ છે. આ પગલાથી GIFT City માં વિદેશી દારૂની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. સરકારનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આકર્ષવાનો છે, કારણ કે અગાઉ અહીં દારૂ અન્ય શહેરો કરતાં ખૂબ મોંઘો હતો. નવા સુધારા બાદ, 100 રૂપિયાના ડ્રિંકનો ભાવ 561 રૂપિયાથી ઘટીને માત્ર 125 રૂપિયા થશે, અને 1000 રૂપિયાના ડ્રિંકનો ભાવ 2046 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા થઈ જશે. આ ફેરફારો 2030 ની કોમનવેલ્થ ગેમ્સને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો!
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા?
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા અંદાજે 3,000 કિલો હેરોઈન અને 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં EDએ દિલ્હીમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ મની લોન્ડરિંગ અને ડ્રગ્સની કમાણી ક્યાં રોકાણ કરવામાં આવી તે મુદ્દે ચાલી રહી છે. એજન્સીઓને શંકા છે કે કાળા નાણાં દિલ્હીના કેટલાક નાઇટ ક્લબોમાં રોકાયા હતા. આ કાર્યવાહી હરપ્રીત સિંહ તલવાર અને તેના સાથીદારો સાથે જોડાયેલા સ્થળોએ કરવામાં આવી છે. કેસની તપાસ NIA અને ED દ્વારા સંયુક્ત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે.
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા?
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
છોટાઉદેપુર જિલ્લાના કંડા ગામમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમને કારણે એક 55 વર્ષીય મહિલાની ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાડોશી સુરેન્દ્રસિંહ પરમારે મીનાબેન પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વૈજ્ઞાનિક તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં આરોપીએ તાંત્રિક વિધિની શંકાના કારણે હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા
લખનઉના અલીગંજ વિસ્તારમાં ત્રણ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોના મોત થયા હતા. તપાસમાં ખુલ્યું કે ઇમારત રહેણાંક માટે મંજૂર હોવા છતાં તેનો વ્યાવસાયિક ઉપયોગ થતો હતો અને ફાયર સેફ્ટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હતું. માત્ર એક જ પ્રવેશ-નિર્ગમ માર્ગ, ધુમાડો બહાર નીકળવાની વ્યવસ્થાનો અભાવ અને અસુરક્ષિત વાયરિંગ દુર્ઘટનાના મુખ્ય કારણો બન્યા. LDA(Lucknow Development Authority)ની તપાસમાં 18 અધિકારીઓ અને એન્જિનિયરો દોષિત ઠર્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને થયેલી 7 વર્ષની જેલ સજાને લઈને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે. ઇટાલિયાના જણાવ્યા મુજબ ચૈતર વસાવા આદિવાસીઓના હકો, જમીન, જંગલ અને શિષ્યવૃત્તિ જેવા મુદ્દાઓ માટે લડી રહ્યા હતા. તેમણે કેસના ઝડપી ચુકાદા પર પણ સવાલ ઉઠાવી ન્યાય માટે કોર્ટથી લઈને જનઆંદોલન સુધી લડત ચાલુ રાખવાની વાત કરી છે.
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: ગોપાલ ઇટાલિયા
ફ્રાન્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં સિરીંજ હુમલા, દુષ્કર્મ અને છરીબાજી જેવી ગંભીર ઘટનાઓ
ફ્રાન્સના પ્રખ્યાત 'Fête de la Musique' (વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ) આ વર્ષે હિંસા, યૌન અપરાધો અને અંધાધૂંધી માટે ચર્ચામાં રહ્યો. લાખો લોકોની હાજરીમાં મહિલાઓ પર સિરીંજ (ઈન્જેક્શન)થી હુમલા, દુષ્કર્મ, ચપ્પાબાજી અને રસ્તાઓ પર અથડામણ જેવી ગંભીર ઘટનાઓ બની. પેરિસ સહિત અનેક શહેરોમાં ભીડમાં મહિલાઓ પર સિરીંજ વડે હુમલા થયા, જેના કારણે કેટલીક પીડિતોને હોસ્પિટલમાં લઈ જવી પડી. ફેસ્ટિવલ દરમિયાન યૌન હિંસાના પણ અનેક કિસ્સા સામે આવ્યા, જેમાં દુષ્કર્મ અને યૌન શોષણની ફરિયાદો નોંધાઈ. રસ્તાઓ પર છરીબાજી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા 243 લોકોની ધરપકડ કરી.
ફ્રાન્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં સિરીંજ હુમલા, દુષ્કર્મ અને છરીબાજી જેવી ગંભીર ઘટનાઓ
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી
પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને લંડન હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં ચુકાદો આપતાં નીરવ મોદીને આશરે 38.9 કરોડ રૂપિયાની મૂળ રકમ તથા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ લોન દુબઈ સ્થિત તેની કંપની માટે લેવામાં આવી હતી, જેના બદલામાં તેણે વ્યક્તિગત ગેરંટી આપી હતી. કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી છે. હાલ નીરવ મોદી બ્રિટનમાં જેલમાં રહી ભારત પ્રત્યાર્પણ સામે કાનૂની લડત લડી રહ્યો છે.
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી
અમરેલી શહેરના ST બસ સ્ટેન્ડ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાએ કરુણ વળાંક લીધો હતો. મોડી રાત્રે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન એક ભાઈએ ગુસ્સામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે મનોજ વણોદિયા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભાઈને ફરાર થાય તે પહેલાં જ ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી હત્યાના કારણોની તપાસ શરૂ કરી છે.
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી
IPL રમનારા ભારતીય ખેલાડી પર લગ્નની લાલચે શોષણનો આરોપ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા ક્રિકેટર અભિષેક પોરેલ પર લગ્નની લાલચ આપીને શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થિનીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીનો દાવો છે કે તે છેલ્લા 3 વર્ષથી અભિષેક પોરેલ સાથે રિલેશનશિપમાં હતી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, દોઢ વર્ષ પહેલાં તેમની વચ્ચે સમસ્યાઓ ઊભી થઈ હતી. આ વિવાદથી અભિષેક પોરેલના IPL કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે.
IPL રમનારા ભારતીય ખેલાડી પર લગ્નની લાલચે શોષણનો આરોપ
નર્મદાના સાગબારામાં મોડી રાત્રિથી ભારે વરસાદ, નદીઓમાં પૂર
નર્મદા જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબોળ થયો છે. ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ કારણે સેલંબાથી નવાપાડા થઈ મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે અને વાહનોની લાંબી કતારો લાગી છે. એક તાલુકામાં પૂર જ્યારે બાકીના ૪ તાલુકા કોરાધાકોર છે.
નર્મદાના સાગબારામાં મોડી રાત્રિથી ભારે વરસાદ, નદીઓમાં પૂર
અદાણીનો 5 વર્ષનો માસ્ટર પ્લાન: પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં વિસ્તરણ
અદાણી એન્ટરપ્રાઇસીસ AGM 2026 માં, ગૌતમ અદાણીએ આગામી 5 વર્ષ માટે અદાણી ગ્રૂપનો વિકાસ રોડમેપ રજૂ કર્યો. પોર્ટ, પાવર, એરપોર્ટ, ગ્રીન એનર્જી, ન્યુક્લિયર પાવર અને ડેટા સેન્ટરમાં મોટા રોકાણની જાહેરાત કરી. અદાણી ગ્રૂપ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરવા પ્રતિબદ્ધ છે. પાવર સેક્ટરમાં રૂ. 2 લાખ કરોડથી વધુ રોકાણ સાથે 55 GW ક્ષમતા હાંસલ કરશે. પોર્ટમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાયો. ગ્રૂપ પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહ્યું છે.
અદાણીનો 5 વર્ષનો માસ્ટર પ્લાન: પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં વિસ્તરણ
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
RTE હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયાના ચોથા રાઉન્ડમાં 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. તેમ છતાં, 5097 બેઠકો ખાલી રહી ગઈ છે, કારણ કે વાલીઓએ ઘણી શાળાઓમાં તેમની પસંદગી આપી ન હતી. આ વર્ષે 83 હજારથી વધુ બેઠકો હતી અને દોઢ લાખથી વધુ અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ 6075 બેઠકો ખાલી હતી. ચોથા રાઉન્ડમાં 73093 વાલીઓએ પુન: પસંદગી આપી હતી, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી છે. આ ખાલી રહેલી બેઠકો હવે ભરાશે નહીં.
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
અમદાવાદના સોલા બ્રિજ નીચેનો કટ બંધ!
અમદાવાદના SG Highway પર ટ્રાફિક જામની સમસ્યાને ઘટાડવા માટે વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. પેલેડિયમ મોલ સામે સોલા બ્રિજ નીચેનો કટ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને સુવિધા રહે તે માટે 100 મીટર આગળ નવા U-Turn કટ આપવામાં આવ્યા છે. આનાથી વાહનો સીધા આવીને ટ્રાફિક બ્લોક નહીં કરે. રાજ્યના DGP અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લઈને નવી ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને સૂચનો આપ્યા. આ પગલાંથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.
અમદાવાદના સોલા બ્રિજ નીચેનો કટ બંધ!
ઉજ્જૈન જમીન વિવાદમાં CM મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં
ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ 2028ની તૈયારીઓ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી Mohan Yadavના પરિવાર દ્વારા મોટા પાયે જમીન ખરીદીનો વિવાદ ઉભો થયો છે. અહેવાલ મુજબ, ડિસેમ્બર 2023થી 2025 દરમિયાન પરિવારે આશરે 45 કરોડ રૂપિયાના 137 પ્લોટ ખરીદ્યા છે, જેમાંથી ઘણા સરકારી વિકાસ યોજનાઓ અને નવા હાઇવે નજીક આવેલા છે. કોંગ્રેસે હિતોના સંઘર્ષના આરોપો લગાવ્યા છે, જ્યારે સીએમના પરિવારજનો આ તમામ ખરીદી કાયદેસર અને તેમના લાંબા સમયથી ચાલતા રિયલ એસ્ટેટ વ્યવસાયનો ભાગ હોવાનું કહી બચાવ કરી રહ્યા છે.
ઉજ્જૈન જમીન વિવાદમાં CM મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં
સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
અમદાવાદના વાસણા બેરેજમાં 10.15 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવવા અને 10 દરવાજાનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કામગીરી માત્ર 35 દિવસમાં રેકોર્ડબ્રેક ગતિએ પૂરી થઈ છે. આધુનિક ટેકનોલોજી અને 460 મેટ્રીક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે આ કાર્ય પૂર્ણ કરાયું છે. સિવિલ સ્ટ્રક્ચરને પણ મજબૂત બનાવાયું છે, જેથી ભવિષ્યમાં પાણીના દબાણ સામે બેરેજ સુરક્ષિત રહે. હવે ચોમાસા પહેલા તમામ 30 દરવાજા સંપૂર્ણ રીતે કાર્યરત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં ચોમાસાના મોડા આગમન વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ડાંગના આહવા અને રાજકોટના ગોંડલમાં અનુક્રમે 68 મીમી અને 54 મીમી વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં ચોમાસું પહોંચતાં ગુજરાતમાં પણ વહેલી તકે સક્રિય વરસાદની આશા વધી છે.
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક ફ્લેટમાંથી 'આપ' કાર્યકર નંદની બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. તેણે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો મેસેજ લખ્યો હતો, પરંતુ પરિવારે તેને હત્યા ગણાવી, આયોજનબદ્ધ રીતે આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, મૃતદેહ મળ્યો ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને પાછળનો બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો, જે હત્યા તરફ ઈશારો કરે છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
અમદાવાદમાં ફાયર સેફ્ટી અંગે મ્યુનિસિપલ ફાયર વિભાગે વિવિધ વિસ્તારોની 18 શિક્ષણ સંસ્થાઓમાં ચકાસણી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ જતાં નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા અને અવરજવર માર્ગોની ખામીઓ બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે નિયત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થાઓ સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં. વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ રહ્યું છે.