અમદાવાદનો ગોકુલધામ વિસ્તાર બેટમાં ફેરવાયો
અમદાવાદનો ગોકુલધામ વિસ્તાર બેટમાં ફેરવાયો
Published on: 07th July, 2026

અમદાવાદના સાણંદ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા શાંતિપુરા વિસ્તારના રહીશો, જેમાં કરોડોના બંગલા ધરાવતા લોકો પણ સામેલ છે, તેમને ઓફિસ અને ધંધાર્થે જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. માત્ર એક ઈંચ વરસાદમાં AUDAની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. રહીશો ટેક્સ વસૂલ્યા બાદ પણ સુવિધા ન મળવાનો આક્ષેપ કરી રહ્યા છે.