પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
Published on: 07th July, 2026

પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે સિંહે એક ભેંસ પર હુમલો કર્યો હતો. પોતાના માલઢોરને બચાવવા ગયેલા માલધારી યુવાન કાળુભાઇ પર સિંહે હુમલો કરી ઇજા પહોંચાડી. જોકે, ગ્રામજનોના પ્રયાસો અને યુવાનની હિંમત તથા ધૈર્યથી સિંહે ૧૫ મિનીટ બાદ તેને છોડી દીધો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર રીફર કરાયો છે. વન વિભાગ સિંહને પકડવા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.