સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ!
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ!
Published on: 07th July, 2026

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, સાતમી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સુરતના કામરેજ તાલુકામાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા. સુરત સિટીમાં 6.93 ઇંચ, પલસાણામાં 5.94 ઇંચ, નવસારીમાં 5.71 ઇંચ અને ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ પડ્યો. આ અનરાધાર વરસાદને કારણે સુરત શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.