ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
Published on: 07th July, 2026

ગુજરાતમાં એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ જાહેર કરી છે. આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર અસર જોવા મળી શકે છે. સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લાઓમાં 'રેડ ઍલર્ટ' જાહેર કરાયું છે. ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.