અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 1-2 મહિનાનું વેઇટિંગ
અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 1-2 મહિનાનું વેઇટિંગ
Published on: 03rd September, 2026

અમદાવાદ RTOમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થયા બાદ વાહનચાલકોને લાઇસન્સ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે. હાલ એક જ ટ્રેક કાર્યરત હોવાથી ટુ-વ્હીલર માટે એક મહિનો અને ફોર-વ્હીલર માટે બે મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ફોર-વ્હીલર ટેસ્ટમાં માત્ર 17% અને ટુ-વ્હીલર ટેસ્ટમાં 73% લોકો જ પાસ થયા છે. બીજા ટેસ્ટ ટ્રેકનું નિર્માણ આગામી 8 મહિનામાં થશે, જે વેઇટિંગ ઘટાડવામાં મદદરૂપ થશે.