તાપીમાં 12+ કંપનીઓ દ્વારા 550+ જગ્યાઓ માટે ભરતી
તાપીમાં 12+ કંપનીઓ દ્વારા 550+ જગ્યાઓ માટે ભરતી
Published on: 03rd September, 2026

તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઉકાઈ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળામાં 1000થી વધુ યુવાનોએ ભાગ લીધો. 12થી વધુ કંપનીઓ અને સંસ્થાઓએ 550થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી. ઇન્ટરવ્યૂ બાદ 300થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ. ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટ્રેઇની, મશીન ઓપરેટર, ITI, ડિપ્લોમા અને કોમ્પ્યુટર ઓપરેટર જેવી અનેક તકો ઉપલબ્ધ હતી. કંપની પ્રતિનિધિઓએ ઇન્ટરવ્યૂ સાથે કારકિર્દી માર્ગદર્શન પણ આપ્યું.