ગાંધીનગરમાં 'આવાસ યુથ રોડ સેફ્ટી' અભિયાન: 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા માટે લીધા શપથ
ગાંધીનગરમાં 'આવાસ યુથ રોડ સેફ્ટી' અભિયાન: 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા માટે લીધા શપથ
Published on: 04th August, 2026

દેશમાં માર્ગ અકસ્માતોમાં વધારો એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ સમસ્યાને નાબૂદ કરવા અને યુવા વર્ગમાં જાગૃતિ લાવવા ગાંધીનગરમાં એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને વાહન વ્યવહાર વિભાગના માર્ગદર્શન હેઠળ કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે “આવાસ યુથ રોડ સેફ્ટી શિક્ષણ અને જાગૃતિ અભિયાન” યોજાયું. આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી અને સ્ટીલબર્ડના ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી. તેઓએ વર્ષ ૨૦૪૭ સુધીમાં અકસ્માતમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય સહયોગ આપવાની પ્રતિજ્ઞા લીધી.