છોટા ઉદેપુરનું કુંદનપુર તળાવ છલોછલ
છોટા ઉદેપુરનું કુંદનપુર તળાવ છલોછલ
Published on: 04th August, 2026

છોટા ઉદેપુરના બોડેલી તાલુકાનું કુંદનપુર સિંચાઈ તળાવ પાણીથી ભરેલું હોવા છતાં, છેલ્લા ૧૫ વર્ષથી સિંચાઈ નેટવર્ક અને કેનાલો બિસ્માર હાલતમાં છે. આ કારણે ચોમાસા બાદ પણ ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી, જેના લીધે હજારો ખેડૂતો મોંઘા ડીઝલ અને બોરવેલના પાણી પર નિર્ભર છે. ખેડૂતો માત્ર એક જ પાક લેવા મજબૂર બન્યા છે. મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ક્યાં વપરાયા તેવા સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.