છોટા ઉદેપુરની ઓરસંગ નદી પર ડેમ ન બનતાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું
છોટા ઉદેપુરની ઓરસંગ નદી પર ડેમ ન બનતાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું
Published on: 04th August, 2026

છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પર ડેમ ન હોવાથી ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે. આ કારણે 4 તાલુકાના 500થી વધુ ગામો સિંચાઈના પાણીથી વંચિત રહે છે. સ્થાનિકોનો આરોપ છે કે રેતીની રોયલ્ટી અને નેતાઓની લીઝો બચાવવા તંત્ર ડેમનું નિર્માણ કરતું નથી. જો 2-3 ડેમ કે ચેકડેમ બનાવવામાં આવે તો સમગ્ર જિલ્લાની જળ સમસ્યા હલ થઈ શકે છે. ચોમાસા બાદ પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે.