બોટાદ કેમિસ્ટ એસોસિએશને નવા કલેક્ટર હર્ષદ વોરાની મુલાકાત લીધી.
બોટાદ કેમિસ્ટ એસોસિએશને નવા કલેક્ટર હર્ષદ વોરાની મુલાકાત લીધી.
Published on: 23rd May, 2026

બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર હર્ષદ વોરાએ ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો. આજે, શુક્રવાર, 22 મે, 2026 ના રોજ બોટાદ કેમિસ્ટ એસોસિએશનના સભ્યોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ પટેલ, માનદ મંત્રી વિજયભાઈ રોજેસર, ખજાનચી મુકેશભાઈ બરજોડિયા તેમજ કારોબારી સભ્યો કે.સી. ગાંધી અને સુરેશભાઈ કાનેટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.