ગુજરાતમાં બેવડી ઋતુનો માર: આકરી ગરમી સાથે માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: આકરી ગરમી સાથે માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા
Published on: 23rd May, 2026

હાલ ગુજરાતમાં ઉનાળાનો પ્રચંડ તાપ છે, જ્યાં અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવા કપરા સમયે હવામાન વિભાગે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે. આ આગાહીથી ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે ગરમીનો અસહ્ય ઉકળાટ યથાવત રહેશે.