છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં AAPના 3 સભ્યોના અપહરણનો આક્ષેપ!
છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં AAPના 3 સભ્યોના અપહરણનો આક્ષેપ!
Published on: 23rd May, 2026

છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી અત્યંત હંગામેદાર રહી. આમ આદમી પાર્ટી (AAP)ના ત્રણ સભ્યોનું પોલીસની હાજરીમાં જ અપહરણ થયાનો ગંભીર આક્ષેપ 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ 'આપ'ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ તમામ વિવાદો વચ્ચે થયેલી ચૂંટણીમાં ભાજપે 13-13 સભ્યોની સરખામણી વચ્ચે સત્તા કબજે કરી લીધી છે. ભાજપે આક્ષેપો નકારી કાઢ્યા છે.