બોટાદમાં નિરણ ભરેલું ટ્રેક્ટર પલટ્યું.
બોટાદમાં નિરણ ભરેલું ટ્રેક્ટર પલટ્યું.
Published on: 06th May, 2026

બોટાદ શહેરમાં સાનવી હોસ્પિટલ પાસે સતવારા બોડિંગ નજીક નિરણ ભરેલું એક ટ્રેક્ટર પલટી ગયું હતું. રોડ પરના ખાડાને કારણે ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે, ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું છે. ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.