મહેસાણાનું ધો.10નું સતત ત્રીજા વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ, 88.14% A1 ગ્રેડ સાથે 1,139 વિદ્યાર્થી.
મહેસાણાનું ધો.10નું સતત ત્રીજા વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ, 88.14% A1 ગ્રેડ સાથે 1,139 વિદ્યાર્થી.
Published on: 06th May, 2026

ગુજરાત બોર્ડના ધો.10ના પરિણામમાં મહેસાણા જિલ્લાએ 88.14% સાથે સતત ત્રીજા વર્ષે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. 1,139 તેજસ્વી વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ મેળવ્યો, જ્યારે 3,231 વિદ્યાર્થીઓએ 'A2' ગ્રેડ મેળવ્યો. ટીટોદણ કેન્દ્ર 98.75% સાથે મોખરે રહ્યું, જ્યારે ગોઝારીયા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 71.79% નોંધાયું.