'બિગ બોસ' ફેમ અભિનેત્રી લોપામુદ્રા રાઉતના ઘરે ચોરી
'બિગ બોસ' ફેમ અભિનેત્રી લોપામુદ્રા રાઉતના ઘરે ચોરી
Published on: 10th August, 2026

'બિગ બોસ' ફેમ એક્ટ્રેસ લોપામુદ્રા રાઉતના મુંબઈના સાંતાક્રુઝ સ્થિત ઘરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે બિહારથી મુખ્ય આરોપી ચંદન કમલેશ મુખિયાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી આશરે રૂ. 76 લાખની કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોરી કરેલા પૈસાથી આરોપી પોતાની બહેનના નામે જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. લોપામુદ્રા રાઉત શહેર બહાર હતી તે દરમિયાન આરોપીએ તેના ફ્લેટમાંથી કેશ, સોનાના ઘરેણાં અને સોનાના બિસ્કિટની ચોરી કરી હતી. CCTV ફૂટેજના આધારે આરોપી બિહારથી ઝડપાયો છે.