પાકો રસ્તો ન બનતા સાપ કરડેલી મહિલાને ગ્રામજનોએ સ્ટ્રેચરમાં ઊંચકી 108 સુધી પહોંચાડી
પાકો રસ્તો ન બનતા સાપ કરડેલી મહિલાને ગ્રામજનોએ સ્ટ્રેચરમાં ઊંચકી 108 સુધી પહોંચાડી
Published on: 25th July, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુંડા ગામમાં રોડ-રસ્તાની વિકટ સમસ્યાને કારણે ગ્રામજનોને ફરી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. પશુ ચરાવતી વેળાએ એક મહિલાને સાપ કરડતાં, કાચા-કીચડવાળા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ આવી શકી ન હતી. ગ્રામજનોએ 3 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં મહિલાને ઊંચકી મુખ્ય રોડ પર લઈ જઈ 108 સુધી પહોંચાડી, જ્યાંથી તેમને હોસ્પિટલ ખસેડાયા. મંજૂર થયેલો પાકો રસ્તો બનવામાં વહીવટી વિલંબથી લોકોમાં ભારે રોષ છે. અગાઉ પણ સમયસર સારવાર ન મળતા સગર્ભાના બાળકનું મોત થયું હતું.