ઈડરની હસનપુરા શાળામાં મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી
ઈડરની હસનપુરા શાળામાં મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી
Published on: 11th August, 2026

ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી મળી આવતા 37 બાળકોની તબિયત લથડી હતી. બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મગ ચાટ પીરસવામાં આવ્યું હતું, જેમાં ગરોળી મળી આવતા હાહાકાર મચી ગયો હતો. કેટલાક બાળકોની સતર્કતાથી આ ઘટના બહાર આવી, જેના પગલે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નાયબ કલેક્ટરે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે પણ તપાસ હાથ ધરી છે.