વડોદરામાં ઈ-બસના આયોજનનો અભાવ
વડોદરામાં ઈ-બસના આયોજનનો અભાવ
Published on: 11th August, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નવી ઇલેક્ટ્રિક બસ સેવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આયોજનના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. 50 ઈલેક્ટ્રિક બસો માટે પૂરતી ચાર્જિંગ સુવિધા નથી, અને ઈ-બસના રૂટ તથા ટાઈમટેબલને લઈને પણ મુસાફરોમાં નારાજગી છે. સનફાર્મા રોડ, તાંદળજા, વાસણા અને ભાયલી જેવા વિસ્તારોમાં બસ સેવા બંધ થતાં સ્થાનિક રહિશો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો છે. તંત્રએ તાત્કાલિક આયોજન કરીને મુસાફરોને સુવિધાયુક્ત પરિવહન સેવા પૂરી પાડવાની જરૂર છે.