સુરતમાં ચેતવણી છતાં જાહેરમાં કચરો ફેંકવાનું યથાવત
સુરતમાં ચેતવણી છતાં જાહેરમાં કચરો ફેંકવાનું યથાવત
Published on: 31st August, 2026

સુરતમાં જાહેર સ્થળોએ ચેતવણીના બેનરો લગાવ્યા બાદ પણ કચરો ફેંકવાની પ્રવૃત્તિ યથાવત છે. પાલ ગામના લુહાર ફળિયા વિસ્તારમાં કબ્રસ્તાન પાસેનો રસ્તો ગંદકીના ઢગલાથી ભરાઈ ગયો છે. એંઠવાડ અને કચરાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી મચ્છર-માખીનો ઉપદ્રવ વધી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સ્થાનિકોએ તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી અને નિયમિત સફાઈની માંગ કરી છે. કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી અને દેખરેખ રાખવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.