સુરેન્દ્રનગરમાં સોમવતી અમાસ પર જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા 160 બાળકોને શાહી ભોજન
સુરેન્દ્રનગરમાં સોમવતી અમાસ પર જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા 160 બાળકોને શાહી ભોજન
Published on: 16th June, 2026

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર 'સાહેલી' દ્વારા સોમવતી અમાસ નિમિત્તે એક ઉત્કૃષ્ટ સેવા પ્રોજેક્ટ યોજાયો. સુરેન્દ્રનગરના જોરાવરનગરની પ્રાથમિક શાળા નંબર 11 માં આશરે 160 બાળકોને ગરમાગરમ અને સ્વાદિષ્ટ શાહી ભોજન પીરસવામાં આવ્યું. ભોજનમાં લાડુ, દાળ-ભાત, શાક, પૂરી અને ભજીયા જેવા વિવિધ વાનગીઓનો સમાવેશ કરાયો હતો. બાળકોએ મનભરીને ભોજનનો આનંદ માણ્યો. આ સેવા પ્રોજેક્ટના મુખ્ય દાતા જાયન્ટ્સ મેમ્બર ઉષાબેન સેજપાલના સહયોગથી સફળ રહ્યો. પ્રમુખ ઉમાબેન ધનેશા સહિત તમામ સાહેલી ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિએ પ્રોજેક્ટને વધુ પ્રેરણાદાયી બનાવ્યો.