રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ સાથે 5 કલાક સુધી રહ્યો શ્વાન
રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ સાથે 5 કલાક સુધી રહ્યો શ્વાન
Published on: 16th June, 2026

ખાંભલીયા પાસે ખેતર વિસ્તારમાં એક સિંહણ શિકારની શોધમાં હતી. આ દરમિયાન તેની નજર એક શ્વાન પર પડતાં સિંહણ તેનો પીછો કરવા લાગી હતી. શ્વાન પોતાનો જીવ બચાવવા માટે દોડતો-દોડતો અચાનક ખેતરમાં આવેલા ખુલ્લા અને પાણી વગરના 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો. શ્વાનની પાછળ દોડતી સિંહણ પણ અંધારામાં પરિસ્થિતિનો અંદાજ ન આવતા કૂવામાં ખાબકી હતી. કૂવામાં પડ્યા બાદ લગભગ પાંચ કલાક સુધી સિંહણ અને શ્વાન એકસાથે રહ્યા હતા.