સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જવાથી ધો. 9ના વિદ્યાર્થીનું મોત
સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જવાથી ધો. 9ના વિદ્યાર્થીનું મોત
Published on: 13th September, 2026

સુત્રાપાડા સ્થિત બક્ષીપંચ આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહેતો અને ધોરણ-9માં અભ્યાસ કરતો કોડીનાર તાલુકાનો 15 વર્ષીય વિદ્યાર્થી સ્તવનઋષિ આશ્રમના કુંડમાં ડૂબી જતાં તેનું મોત થયું છે. આશાસ્પદ બાળક પાણીમાં ગરકાવ થઈ જવાથી પરિવારજનો અને સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો છે. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારે હોસ્ટેલ સંચાલકો વિરુદ્ધ FIR નોંધવાની અને સમગ્ર ઘટનાની સ્પષ્ટતા બાદ જ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે કે વિદ્યાર્થી કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો અને કયા સંજોગોમાં ડૂબ્યો.