GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન નિમિત્તે 6,500 એક્સ્ટ્રા બસો
રક્ષાબંધન દરમિયાન મુસાફરોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 6,500 એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય શહેરો અને તીર્થધામો જેવા કે પાવાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડના રૂટ પર વિશેષ સંચાલન કરાશે. મુસાફરો સરળતાથી પહોંચી શકે તે માટે એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો, આ વર્ષે સંખ્યા વધારી 6,500 કરાઈ છે.
GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન નિમિત્તે 6,500 એક્સ્ટ્રા બસો
ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ.
મ્યુનિ. કોર્પોરેશનની Food Safety ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધરાયું. સંગમ ચાર રસ્તા, તુલસીધામ, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ સહિત ૨૧ એકમોનું નિરીક્ષણ કરાયું. જેતલપુર રોડ પરના 'ઈશ્વર લાઈવ વેફર'માંથી કેળા, 'સાંઈનાથ નાસ્તા હાઉસ'માંથી સમોસા અને 'ખુશ્બૂ કોર્નર'માંથી ચટણીનો વાસી જથ્થો નાશ કરાયો. ખંડેરાવ માર્કેટ પાસે 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ'માં ગંદકી જણાતા તેને બંધ કરાવાયું. મ્યુનિ. કમિશ્નરે Food Safety Officersને સેમ્પલ લેવાની સંખ્યા વધારવા સૂચના આપી.
ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ.
ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક 7થી વધુ, નકલી દારૂનું કેમિકલ દિલ્હીથી સરખેજ વાયા આવ્યું
ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 7થી વધુ પહોંચ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે નકલી વિદેશી દારૂ બનાવવા માટે વપરાતું મિથેનોલ કેમિકલ દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફતે સરખેજ લાવવામાં આવ્યું હતું. ભાવનગરના બૂટલેગરો સરખેજથી આ કેમિકલ લઈ ભાવનગર આવ્યા હતા અને ત્યાં નકલી દારૂ બનાવ્યો હતો. આ કેમિકલ મધ્યપ્રદેશથી આવેલા એક ઈસમની મદદથી બનાવવામાં આવ્યું હતું. નકલી દારૂમાં અસલી રોયલ સ્ટેગ ભેળવી ગુણવત્તા છુપાવવાનો પ્રયાસ કરાયો હતો, જેનો જથ્થો પણ મધ્યપ્રદેશથી મંગાવાયો હતો. દિલ્હી કનેક્શન સામે આવતાં SMCની ટીમ દિલ્હી રવાના કરાઈ છે.
ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક 7થી વધુ, નકલી દારૂનું કેમિકલ દિલ્હીથી સરખેજ વાયા આવ્યું
સુરતમાં રેગિંગકાંડ: HOD ડૉ. સુમૈયા મુલ્લા પર હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના ગંભીર આરોપો
સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં સસ્પેન્ડ કરાયેલા માઇક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. સુમૈયા મુલ્લા વિરુદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ડૉ. મુલ્લા હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હતા અને વિદ્યાર્થીઓને કલમા પઢવા તથા નમાજ અદા કરવા દબાણ કરતા હતા. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, તેને રૂમમાં લઈ જઈ નમાજ પઢવા મજબૂર કરાઈ, જેના લીધે તેને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા હતા. પરીક્ષા વખતે વીડિયો શૂટિંગ અને કરિયર બગાડવાનો પ્રયાસ પણ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. મુલ્લાએ એક મેડમને "હિન્દુ ધર્મ ટૂંક સમયમાં પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ" એમ કહ્યું હોવાનો પણ આરોપ છે.
સુરતમાં રેગિંગકાંડ: HOD ડૉ. સુમૈયા મુલ્લા પર હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના ગંભીર આરોપો
વલસાડ: ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય ₹3 લાખની લાંચ કેસમાં ઝડપાયા
વલસાડના ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય ₹3 લાખની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા છે. ફરિયાદીની જમીનને ખેતીવાડી ઝોનમાંથી રહેણાંકમાં રૂપાંતરિત કરવા માટે UDAની ટી.પી. કમિટી અને ગ્રામ પંચાયતના ઠરાવો કાઢી આપવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીની જાણ બાદ ACBએ છટકું ગોઠવી ત્રણેયને રંગેહાથે દબોચી લીધા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ: ઉદવાડા ગ્રામપંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને મહિલા સભ્ય ₹3 લાખની લાંચ કેસમાં ઝડપાયા
અમદાવાદ POCSO કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સગીરા પર દુષ્કર્મનો આરોપી દોષિત, 20 વર્ષની સજા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 10 વર્ષીય સગીરા પર બળજબરીથી જાતીય હુમલો કરનાર 32 વર્ષીય આરોપી અમિત વણઝારાને POCSO કોર્ટે ગુનેગાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું કે આરોપીના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં અને સમાજમાં દાખલો બેસે તે માટે આ સજા જરૂરી છે. 2 જૂન 2024ના રોજ બનેલી આ ઘટનામાં, આરોપીએ રાત્રે સૂતેલી સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલે 14 સાક્ષી અને 9 દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપી સામેનો ગુનો સાબિત કર્યો.
અમદાવાદ POCSO કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સગીરા પર દુષ્કર્મનો આરોપી દોષિત, 20 વર્ષની સજા
વાવ તાલુકાના વાસરડા ગામમાં પાણીની ગંભીર કટોકટી
વાવ તાલુકાના વાસરડા ગામે પીવાના પાણીની ભયંકર સમસ્યા સર્જાઈ છે. અનુસૂચિત જાતિ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇન 'ભારતમાલા રોડ'ના કામકાજ દરમિયાન ક્ષતિગ્રસ્ત થતાં 30-35 પરિવારો પાણી વિના મુશ્કેલીમાં છે. બાળકોને શાળામાં પણ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડી રહ્યું છે, જે તેમના અભ્યાસ અને આરોગ્ય પર અસર કરી રહ્યું છે. ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે પાણી પુરવઠો શરૂ થયો નથી.
વાવ તાલુકાના વાસરડા ગામમાં પાણીની ગંભીર કટોકટી
અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદના મેટ્રો કોર્ટ પરિસરમાં ભરણપોષણના કેસથી કંટાળી 54 વર્ષીય પરાગભાઈ શાહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ગુરુવારે સવારે 11 વાગે, તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી. સદનસીબે, ત્યાં હાજર એક નોટરીએ પાણી છાંટી આગ બુઝાવી દીધી. આ ઘટનાથી કોર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત પરાગભાઈ શાહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ મેટ્રો કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
અમદાવાદમાં EoW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) દ્વારા રૂપિયા 4.45 કરોડના હીરા-સોનાના દાગીનાની છેતરપિંડી આચરવાના આરોપમાં મહાઠગ અનિલ વિભાણી અને તેના પરિવારની ધરપકડ કરવામાં આવી છે. આખો પરિવાર શોરૂમમાં જઈને પોતાની વાકછટા અને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરી વેપારીઓનો વિશ્વાસ જીતી લેતો હતો. અગાઉ પણ અનિલ વિભાણી વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ 4 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને ગુનાની સઘન તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં જ્વેલર્સને 4.45 કરોડનો ચૂનો લગાવનાર અનિલ વિભાણી ઝડપાયો
રાજકોટની કોન્વેન્ટ સ્કૂલ મેદાન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટનો TPOને સોગંદનામું કરવાનો આદેશ
રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના મેદાનના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. 10 વર્ષ સુધી હુકમનું પાલન ન થતાં ચીફ જસ્ટિસની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી. 1988થી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મેદાનમાં શોપિંગ સેન્ટર બનાવવાના RMCના પ્રસ્તાવ સામે સ્કૂલ સંચાલકો લડત આપી રહ્યા છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઈન્કાર છતાં TPOએ 12 કરોડ રૂપિયા માંગ્યા હતા, જેના પર હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો. હવે TPOને વ્યક્તિગત સોગંદનામું રજૂ કરવાનો આદેશ અપાયો છે.
રાજકોટની કોન્વેન્ટ સ્કૂલ મેદાન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટનો TPOને સોગંદનામું કરવાનો આદેશ
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
અમદાવાદના બહેરામપુરા Murder Caseમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. યુવતીની છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના ઝઘડામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2018માં થયેલી આ ઘટનામાં આરોપીના પુત્ર દ્વારા છેડતી અને મ્યુઝિકના મુદ્દે થયેલી તકરાર બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખીને કનૈયાલાલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસની સઘન તપાસ અને પુરાવાઓને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે.
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
સાવરકુંડલા ખેતીવાડી વિભાગની બેદરકારી!
સાવરકુંડલા ખેતીવાડી વિભાગે સબસિડીવાળા ટ્રેક્ટરના વેરિફિકેશન માટે 180થી વધુ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં બોલાવતા રોષ ફેલાયો છે. નિયમ મુજબ અધિકારીઓએ ખેડૂતોના ખેતરે જઈને નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ સ્ટાફની અછતનું બહાનું ધરી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. ખેતીની સિઝનમાં ડીઝલ બાળીને સમય બગાડતા ખેડૂતોએ સરકારની યોજનાને બિરદાવી, પણ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો.
સાવરકુંડલા ખેતીવાડી વિભાગની બેદરકારી!
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
છોટા ઉદેપુરના ઝોઝ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓના ભોજન અને સામગ્રીના બિલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ₹84,204 ની સામગ્રી માટે ₹1,55,204 નું બિલ રજૂ થયું, જે ₹71,000 ની વધારાની રકમ દર્શાવે છે. મહિલા કર્મચારી (નોડલ પર્સન) એ લેખિત વાંધો ઉઠાવ્યો હોવા છતાં, ચુકવણી થઈ ગઈ. વિવાદ બાદ ₹71,000 પરત લેવાયા, પરંતુ અવાજ ઉઠાવનાર કર્મચારી સામે જ કાર્યવાહી કરાઈ, જે તંત્રની નીતિ સામે પ્રશ્નાર્થ સર્જે છે.
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
ગાંધીનગરના ચિલોડા સર્કલમાં પોલીસે 1 કરોડથી વધુ કિંમતની Ambergris, જે વ્હેલ માછલીની ઉલ્ટી છે, તેનો 1 કિલો 20 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદે વેચાણના પ્રયાસ દરમિયાન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાતમીના આધારે, પોલીસે ગ્રાહક બનીને આરોપીને બોલાવીને ઝડપી પાડ્યો. તેની પાસેથી મળેલા Ambergris અંગે તેની પાસે કોઈ કાયદેસર પરવાનગી કે દસ્તાવેજો ન હતા. FSL તપાસ બાદ આ પદાર્થની પુષ્ટિ થઈ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચ, મઘા નક્ષત્રમાં નહિવત વરસાદની ચિંતાજનક આગાહી
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. વેલ માર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ નોંધાયો છે. મઘા નક્ષત્ર, જે ખેતી માટે અમૃત સમાન છે, તેમાં પણ માત્ર નહિવત વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચ, મઘા નક્ષત્રમાં નહિવત વરસાદની ચિંતાજનક આગાહી
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ગાંધીનગરના ગીફટ સિટીમાં કોલેજ ખસેડવાના મુદ્દે RTI એક્ટિવિસ્ટ રમેશ પટેલે કરેલી જાહેરહિતની અરજી (PIL) ગુજરાત હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. એક જ વિષય પર બીજી વખત અરજી દાખલ કરવા બદલ કોર્ટે તેમને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જણાવ્યું કે, ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડવા અને નકારી દીધેલી અરજી ફરીથી કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે 4 દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
ભાવનગરના ઝેરી દારૂકાંડમાં 6થી વધુ લોકોના મોત અને 21 લોકોની ગંભીર હાલત બાદ ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ સોંપી છે. જોકે, FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ આ કેસને 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મોટી નિષ્ફળતા છતી કરે છે. આ બનાવને 'લઠ્ઠાકાંડ' તરીકે દર્શાવવા પાછળ પોલીસ તંત્રની કોઈ મોટી ચાલ તો નથી ને, તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
સુરતની સરકારી મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના ગંભીર પ્રકરણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને ફરજમાં ગંભીર નિષ્કાળજી બદલ તાત્કાલિક અસરથી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રેગિંગ કે માનસિક ઉત્પીડન સાંખી લેવાશે નહીં. આ દરમિયાન, ડૉ. મુલ્લા વડોદરાના મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજમાં રહેશે અને નિયંત્રક અધિકારીની મંજૂરી વિના સ્થળ છોડી શકશે નહીં.
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ થાંભલા ઊભા કરવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગામના સરપંચ સહિત સાત ખેડૂતોએ ‘કિસાન સત્યાગ્રહ છાવણી’માં અન્નત્યાગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ ખેડૂતોને આસપાસના લીંબુડા, આણદા, ભાદરા, કેશીયા, રામપર જેવા અનેક ગામોના ખેડૂતોનો પણ ટેકો મળ્યો છે. જ્યાં સુધી વીજ કંપનીઓ અને તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.
જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાંથી બહાર નીકળતી ચાલુ બસમાં ડ્રાઇવરે એક બાળકને સ્ટીયરિંગ સોંપી દીધું હતું, જેનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. મંગળવારે રાત્રે બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી ત્યારે એક રિક્ષાચાલકે આ ઘટના પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં બાળક ડ્રાઇવિંગ સીટ પર બેઠેલું અને ડ્રાઇવર તેની બાજુમાં બેઠેલો સ્પષ્ટ દેખાય છે. આ બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે. એસ.ટી. નિગમ તંત્રએ ડ્રાઇવર સામે તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
સુરતના ભેસ્તાન સ્થિત પાલિકા શાળાના વર્ગખંડમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. શાળાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી છે. શિક્ષણ સમિતિએ સિક્યોરિટી ગાર્ડને હટાવી ‘શક્તિ પ્રોટેક્શન’ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. રાત્રિ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ અને તેના સાગરીતો દ્વારા વર્ગખંડમાં દારૂ પાર્ટી કરવામાં આવી હતી. વાલીઓમાં ભારે આક્રોશ છે. હાલમાં સુરક્ષા કર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરાના વડસર બ્રિજ નજીક ચાલતી જતી એક વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ ઝૂંટવીને બે બાઇક સવાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અંદાજે અઢી ગ્રામ વજનની આ સોનાની કડીઓ લૂંટીને બાઇકસવાર આરોપીઓ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
વડોદરામાં સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અનુસૂચિત જાતિ (એસ.સી.) મોરચાના પ્રમુખને જાતિ અપમાનિત શબ્દો કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. માંજલપુર પોલીસે ભાવિક અમીન નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મહેશ ડાહ્યાભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવિક અમીને ગુજરાત કોંગ્રેસની એસ.સી. મોરચાની ટીકા કરતી અપમાનજનક પોસ્ટ મૂકી હતી. ભાવિક અમીન અગાઉ કોંગ્રેસમાં હતો અને હાલમાં એક અખબારના તંત્રી છે.
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
વડોદરામાં એક ચોંકાવનારી ઘટનામાં, સિનિયર સિટિઝનના કેરટેકર તરીકે કામ કરતા યુવકે વિશ્વાસઘાત કર્યો. તેણે વૃદ્ધનું ATM કાર્ડ ચોરી લીધું અને તેમના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા ઉપાડી લીધા. સિટી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિલેશકુમાર શાહે તેમના 76 વર્ષીય કાકા અશ્વિનભાઈ શાહ વતી ફરિયાદ નોંધાવી છે. અશ્વિનભાઈના ઓપરેશન બાદ તેમની દેખરેખ માટે રાખવામાં આવેલા રાજેશ્વરસિંહ નામના કેરટેકરે આ છેતરપિંડી આચરી હતી.
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલાન્સના આધારે ભાવનગરના વલ્લભીપુરથી આરોપી રમેશ મહીડાને ઝડપી પાડ્યો છે. આરોપી અને પીડિતા એક જ સોસાયટીમાં રહેતા હતા. આરોપીએ સગીરાની અણસમજનો લાભ ઉઠાવી, લગ્નની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
શ્રાવણ માસમાં પૂજા-અર્ચના અને દીપ પ્રાગટ્ય માટે ઘીની માંગ વધતાં, બજારમાં ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે શંકાસ્પદ પ્રોડક્ટ્સ વેચાવા લાગી છે. આ પ્રોડક્ટ્સ, જે લગભગ 200-220 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહી છે, તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક પેકિંગ પર ‘માનવ વપરાશ માટે નથી’ તેવી નોંધ હોવા છતાં, ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળતી નથી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને આવી સસ્તી અને શંકાસ્પદ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા અને ભેળસેળિયા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા RCC બાંકડા મૂકવાના સંયુક્ત ઇજારાની સૂચના છતાં, ફરી એકવાર ચારેય ઝોનમાં વાર્ષિક ઇજારાની સમય અને નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. ટેકનિકલ કારણો દર્શાવી સંયુક્ત ઇજારો હાલ શક્ય નથી તેમ જણાવાયું છે. અગાઉ પણ અનેક વખત આ મર્યાદામાં વધારો કરાયો હતો. સાંસદ, ધારાસભ્ય અને સભાસદોના ક્વોટા હેઠળના સૂચનો મુજબ કામગીરી થતી હોવા છતાં, ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં બાંકડાના ઇજારા માટે એક-એક વર્ષ અને રૂ.1-1 કરોડની મર્યાદા વધારવાની દરખાસ્ત છે.
RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ
ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોર બાદ તબીબની ગેરહાજરીમાં ફાર્મસી કર્મચારીએ દર્દીને તપાસ કર્યા વિના દવા આપી દેતાં વિવાદ સર્જાયો. દર્દીએ આરોગ્ય પ્રશ્નો ઉઠાવતાં મજાક ઉડાવ્યાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ અને મીડિયા વચ્ચે ઝપાઝપી થઈ, જેના પગલે પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ. હડકવાની રસી માટે પણ દર્દીઓને કિશનવાડી ધક્કા ખાવા પડે છે.
ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો
ડીપ રિચાર્જ ઇજારો પૂર્ણ, નવા ટેન્ડર વિના જ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત
વડોદરા કોર્પોરેશનના ‘ડીપ રિચાર્જ બાય રેઈન વોટર’ પ્રોજેક્ટનો ઇજારો પૂર્ણ થયાના દોઢ વર્ષ પછી પણ નવો ઇજારો કરવામાં આવ્યો નથી. આ મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જૂના ઇજારાની નાણાકીય તેમજ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શહેરમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવાનો છે. નવા ઇજારાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત છે.
ડીપ રિચાર્જ ઇજારો પૂર્ણ, નવા ટેન્ડર વિના જ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત
ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનામાં પોલીસે ઝેરી દારૂના ઉત્પાદનનો સ્વીકાર કર્યો છે. આ દારૂ ભાવનગરમાં જ મિથેનોલ અને એસેન્સ જેવા કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે અને 21 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. બનાવ અંગે 21 લોકો સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રઈસની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
જામનગરની નંદન નિકેતન ટાઉનશીપમાં મેનેજરના ક્વાર્ટરમાંથી રૂ.4.58 લાખની ચોરી
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નંદન નિકેતન ટાઉનશીપમાં રહેતા એક ખાનગી કંપનીના સિનિયર મેનેજરના ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રાટકી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. લોખંડના કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીની ચીજવસ્તુઓ અને રોકડ મળી કુલ રૂ.4.58 લાખની માલમતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદી નીતિનભાઈ દીક્ષિત, જેઓ નયારા એનર્જી લિમિટેડમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓ તેમના પરિવાર સાથે છેલ્લા ચાર માસથી જામનગરના અન્ય રહેઠાણમાં રહેતા હોવાથી આ ચોરી બની હતી. સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.