ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર                                 .
ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર .
Published on: 19th May, 2026

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી- અગાઉ સર-કારને ધક્કા મારીને ચલાવવી પડતી અને અત્યારે કારને ધક્કા મારી ચલાવવી પડે છેઈંધન વિના ગાડીને ન ચાલે અને ધન વિના લાડીને ન ચાલે. સડક પર ગાડી ચલાવવા ઈંધન જોઈએ અને સંસારની ગાડી ચલાવવા માટે ધન જોઈએ. ઈંધન ખૂટે તો ગાડી અટકે અને ધન ખૂટે તો લાડી વટકે. હવે તો ગાડીઓ ગેસથી પણ ચાલે છેને? ગેસ સ્ટેશનમાં ગેસ ખૂટે ત્યારે ગાડીને પ્રોબ્લેમ થાય જ્યારે વધુ બટેટા ખાધા હોય ત્યારે લાડીને ગેસનો પ્રોબ્લેમ થાય.