ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન
Published on: 03rd September, 2026

ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે દુઃખદ અવસાન થયું. 100થી વધુ ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર ગૌરાંગ વ્યાસે સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી હતી. દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર જેવા દિગ્ગજ ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવી ગુજરાતી સંગીતને સમૃદ્ધ બનાવ્યું. તેમની વિદાયથી કળા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.