ખેડબ્રહ્મા, સુનોખમાં વરસાદી ઝાપટાં પડયાં
ખેડબ્રહ્મા, સુનોખમાં વરસાદી ઝાપટાં પડયાં
Published on: 18th June, 2026

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગરમીનો પ્રકોપ વધતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગત રાત્રીના સુમારે શહેરમાં અચાનક વાતાવરણ પલટો આવતા કાળા ડીબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઊપરાંત અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાંસેરાકંપા, નવાવક્તાપુર, શોભાયડા સહિતના વિસ્તારોમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ બુધવારે મોડી સાંજે પોણા આઠ વાગ્યાના સમયે અમી છાંટણા રૂપી વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.