મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
Published on: 07th October, 2026

મહેસુલી તંત્રમાં વિવિધ પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે, જેની સીધી અસર હવે સામાન્ય નાગરિકો પર પડી રહી છે. વડોદરા કલેકટર કચેરી બહાર તંબુ બાંધી ધરણાં પર બેઠેલા કર્મચારીઓના કારણે સરકારી કચેરીમાં આવતા અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જમીનના દસ્તાવેજો, હક્કચોકસી, વારસાઈ, આવકના દાખલા જેવા કામ માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં સુધી માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.