જામનગરમાં 369 સરકારી શાળાઓ અને 685 આંગણવાડીઓમાં ડિજિટલ-પ્રિન્ટ લાઈબ્રેરી શરૂ
જામનગરમાં 369 સરકારી શાળાઓ અને 685 આંગણવાડીઓમાં ડિજિટલ-પ્રિન્ટ લાઈબ્રેરી શરૂ
Published on: 11th July, 2026

બાળકોમાં વાંચન પ્રત્યે રસ જગાડવા, જિજ્ઞાસા વૃત્તિ અને કલ્પનાશક્તિ ખીલવવા જામનગરમાં "જામનગર વાંચતું મજાથી" કાર્યક્રમ યોજાયો. જેમાં કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વાંચન વાટિકા કીટનું વિમોચન થયું. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 369 પ્રાથમિક શાળાઓ અને 685 આંગણવાડી કેન્દ્રોમાં 1000થી વધુ પુસ્તકાલયો સ્થાપાશે. પ્રથમ તબક્કો જામનગર અને લાલપુર બ્લોકથી શરૂ થશે. ધો-1 થી 5 માટે StoryWeaver પ્લેટફોર્મ પર ગુજરાતી અને અંગ્રેજીમાં ડિજિટલ વાંચન કાર્યક્રમ વિકસાવવામાં આવશે. શિક્ષકો અને કાર્યકરોને તાલીમ પણ અપાશે.