નર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળો યોજાયો.
નર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે બીજ મેળો યોજાયો.
Published on: 17th June, 2026

નર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે એક મહત્વપૂર્ણ બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી જતી બીજ જાતો અને સ્થાનિક બીજ જાતોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘની અધ્યક્ષતા હેઠળ, બીટગાર્ડ અને ફેરેસ્ટર દ્વારા 75 જેટલી વિવિધ બીજ જાતોનું પ્રદર્શન કરાયું. આ પ્રદર્શનમાં ટેટુ, પાટલા, ખડસીંગ, ભૂટાકો, રગત રોહીડો જેવી દુર્લભ જાતોનો સમાવેશ થતો હતો.