બોરડી ગામે દીપડીનો બાઈક પર જતા યુવાન પર અચાનક હુમલો, ઈજા પણ થઈ
બોરડી ગામે દીપડીનો બાઈક પર જતા યુવાન પર અચાનક હુમલો, ઈજા પણ થઈ
Published on: 02nd August, 2026

મહુવા તાલુકાના બોરડી ગામ નજીક નવનાળા વિસ્તારમાં દીપડીના હુમલાની ઘટના બની છે. સંજયભાઈ શિયાળ નામના યુવાન પોતાના બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર બે દીપડીના બચ્ચાં સાથે એક દીપડી દેખાઈ. સાવચેતી રૂપે બાઈક ધીમું કરતાં જ દીપડીએ બચ્ચાંની સુરક્ષા માટે યુવાન પર હુમલો કર્યો. જેમાં યુવાનને ઈજા પહોંચી, પરંતુ જાનહાનિ ટળી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં દીપડાનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગે હુમલાખોર દીપડીને પકડવા પાંજરું ગોઠવ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.