રાજપીપળા દેવસ્થાન સમિતિ નિમણૂક વિવાદ
રાજપીપળા દેવસ્થાન સમિતિ નિમણૂક વિવાદ
Published on: 26th August, 2026

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક મુદ્દે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજવી પરિવારની અવગણના કરીને રાજકીય નેતાઓને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે અન્યાયી છે. માનવેન્દ્રસિંહના કહેવા મુજબ, રાજવી પરિવારે માતાજીને રાજપીપળામાં સ્થાપિત કર્યા હતા, છતાં આ નિમણૂકમાં માત્ર તેમનું જ નામ રાખવામાં આવ્યું છે, અન્ય રાજવી પરિવારના સભ્યોના નામનો સમાવેશ કરાયો નથી. આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.