રાજકોટ મનપાનો ચોમાસામાં રામનાથ મંદિરને કાદવ-કચરાથી બચાવવા નદીમાં ટ્રેશ બેરિયર લગાવવાનો નવો નિર્ણય.
રાજકોટ મનપાનો ચોમાસામાં રામનાથ મંદિરને કાદવ-કચરાથી બચાવવા નદીમાં ટ્રેશ બેરિયર લગાવવાનો નવો નિર્ણય.
Published on: 08th July, 2026

મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટના આસ્થાના કેન્દ્ર સમા રામનાથ મહાદેવ મંદિરને ચોમાસામાં જળકુંભી, કચરા અને ગંદકીથી સુરક્ષિત રાખવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આજી નદીમાં મંદિરની સામે ટ્રેશ બેરિયર લગાવીને પ્લાસ્ટિક, વેલ અને અન્ય તરતો કચરો મંદિર સુધી પહોંચતો અટકાવવામાં આવશે. સેન્ટર ફોર એન્વાયયમેન્ટ સાથે મળીને અમલમાં મુકાયેલ આ પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રથમ છે. આ વ્યવસ્થાથી મંદિર પરિસર સ્વચ્છ રહેશે અને મનપા નિયમિત રીતે કચરાનો નિકાલ કરશે.