શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા ૫૯ દરવાજા ૨.૬ ફૂટ ખોલાયાં
શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા ૫૯ દરવાજા ૨.૬ ફૂટ ખોલાયાં
Published on: 08th July, 2026

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ઓવરફલો થયો છે. આજે સવારે પાણીની આવક વધતા ડેમના તમામ ૫૯ દરવાજા ૨.૬ ફૂટ સુધી ખોલી દેવાયાં છે. ડેમમાંથી ૨૧૮૬૮ કયુસેક પાણીની આવક-જાવક શરૂ છે, જેમાંથી મોટાભાગનું પાણી નદી મારફતે દરિયામાં જાય છે. જમણા કાંઠાની નહેરમાં પણ ૩૮ કયુસેક પાણી છોડાયું છે. ડેમ ઓવરફલો થતાં ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.