જામનગરના ખીજડા મંદિર નજીક મકાનની છત ધરાશાયી
જામનગરના ખીજડા મંદિર નજીક મકાનની છત ધરાશાયી
Published on: 02nd October, 2026

જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાં ગુરુવારે સાંજે એક જર્જરિત મકાનની છત અચાનક ધરાશાયી થતાં વૃદ્ધ દંપતિ અને એક મહિલા સહિત ત્રણ લોકો ફસાયા હતા. સ્થાનિક લોકોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જોકે, મહિલા સહિતનાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ પહોંચી હતી. આ દુર્ઘટનામાં લાકડાની સેટ્ટી સહિત ઘરવખરી પણ નીચે આવી ગઈ હતી.