સુરેન્દ્રનગર રેલવે અંડરબ્રિજમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા
સુરેન્દ્રનગર રેલવે અંડરબ્રિજમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા
Published on: 02nd October, 2026

સુરેન્દ્રનગર શહેરના સી.જે. હોસ્પિટલ રોડ અને અલંકાર સિનેમા રોડને જોડતા રેલવે અંડરબ્રિજમાં ગટરના પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. ચોમાસા સિવાય પણ અંડરબ્રિજમાં અડધાથી એક ફૂટ જેટલું દૂષિત પાણી ભરાયેલું રહેતા રોગચાળો ફેલાવાની ભીતિ છે. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી નોન-રીટર્ન વાલ્વ અને ઓટોમેટિક પમ્પ જેવા કાયમી ટેકનિકલ નિવારણની માંગ કરાઈ છે. આ ગંદા પાણીના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને હજારો નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.