દશામાની મૂર્તિ વિસર્જન સમયે સાબરમતી નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત
દશામાની મૂર્તિ વિસર્જન સમયે સાબરમતી નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત
Published on: 22nd August, 2026

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી દુઃખદ મોત નિપજ્યા છે. આ ધાર્મિક પ્રસંગે બનેલી ઘટનાથી મૃતક યુવાનોના પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૂર્તિ વિસર્જન બાદ નાહવા પડેલા આ યુવાનો ઊંડા પાણી અને પ્રવાહનો અંદાજ ન રાખી શકતા ડૂબી ગયા હતા. ફાયર ફાઈટરની ટીમોએ ભારે જહેમત બાદ બંને મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.