ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વેરાવળ પહોંચ્યા.
ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વેરાવળ પહોંચ્યા.
Published on: 22nd April, 2026

'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ઉત્તર પ્રદેશના ૧૦૦૮ ભક્તો વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણોના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વનું આયોજન કરાયું છે. આગામી ત્રણ દિવસ સુધી આ યાત્રિકો જ્યોતિર્લિંગના દર્શન સહિત સાંસ્કૃતિક વારસાની માહિતી મેળવશે. મે અને જૂન મહિનામાં પણ દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાથી ભક્તો વિશેષ ટ્રેનો દ્વારા આવશે, જે સોમનાથના પ્રાચીન સ્થળોની મુલાકાત લઈ આપણી આસ્થા અને ગૌરવના પ્રતીક એવા આ મહોત્સવમાં સહભાગી થશે.