મેમનગરમાં ખૂની ખેલ: અજાણ્યા શખ્સે વૃદ્ધની હત્યા કરી, સોસાયટીનો જ માણસ શંકાના દાયરામાં.
મેમનગરમાં ખૂની ખેલ: અજાણ્યા શખ્સે વૃદ્ધની હત્યા કરી, સોસાયટીનો જ માણસ શંકાના દાયરામાં.
Published on: 22nd April, 2026

અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં 55 વર્ષીય કાનજીભાઈની હત્યા થઈ. તેઓ કોમન પાર્કિંગમાં રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા. CCTV ફૂટેજમાં એક શખ્સ તેમને મારી રહ્યો હોવાનું દેખાય છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહીશોની પૂછપરછ ચાલુ છે, સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ કોઈ અજાણ્યો શખ્સ આવ્યો નહોતો, જેથી ફ્લેટનો જ કોઈ વ્યક્તિ શંકાના ઘેરામાં છે. પોલીસે તપાસ હાથ ધરી છે.