પાટણના સબોસણ રોડ પર બાઇક અને એક્ટિવાનો અકસ્માત.
પાટણના સબોસણ રોડ પર બાઇક અને એક્ટિવાનો અકસ્માત.
Published on: 22nd April, 2026

પાટણના કુણઘેર-સબોસણ માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સતકેવલ સોસાયટીના પ્રકાશભાઈ પટણી અને તેમના પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવતી મોટરસાયકલે તેમને ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓને કારણે પ્રકાશભાઈનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પાટણ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.