ભુજના દંપત્તિની પ્રેરણાદાયી જીવનશૈલી: અબોલ જીવોની સેવા બની મુખ્ય ધ્યેય
ભુજના દંપત્તિની પ્રેરણાદાયી જીવનશૈલી: અબોલ જીવોની સેવા બની મુખ્ય ધ્યેય
Published on: 22nd June, 2026

ભુજના ઉમેદનગરમાં રહેતા ધવલભાઈ અને ઊર્મિબેન વરુ છેલ્લા સાત વર્ષથી અબોલ જીવોની સેવા તેમના જીવનનો અભિન્ન હિસ્સો બનાવી ચૂક્યા છે. તેઓ દરરોજ લગભગ ૧૦૦ શ્વાનો માટે છાશ-ખીચડી, દહીં-ભાત અને રોટલી લઈને પહોંચે છે. માત્ર ભોજન જ નહીં, પરંતુ ઘાયલ અને બીમાર શ્વાનો, બિલાડીઓની સારવાર પણ કરે છે. મહિને લગભગ ૩૦ અબોલ જીવોને તેઓ દવાઓ અને અન્ય સારવાર આપી સ્વસ્થ જીવન તરફ પાછા લાવવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં, સુકાઈ ગયેલા હમીરસર તળાવમાં માછલીઓને બચાવવા પણ મદદ કરી હતી. તેમની આ પ્રેરણાદાયી પહેલ સમાજને સંવેદના અને કરુણાનો સંદેશ આપે છે.