સુરતમાં તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી.
સુરતમાં તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી.
Published on: 31st May, 2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. ગુરુકુલ પરિસરમાં બીડી, સિગારેટ અને ગુટખા જેવા વ્યસનકારક પદાર્થોની હોળી પ્રગટાવી લોકોને વ્યસન છોડવાનો સંદેશ અપાયો. આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન અને સંતોની ઉપસ્થિતિ રહી. પ્રભુ સ્વામીએ જણાવ્યું કે રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ. તેમણે વ્યસનને માનવજાતનો સૌથી મોટો આંતરિક શત્રુ ગણાવ્યો. દેશમાં તમાકુના કારણે દરરોજ 3700 લોકો મૃત્યુ પામે છે, જે ચિંતાજનક છે. સુરતમાં પણ આંકડો ભયાવહ છે. વ્યસન છોડવા માટે દ્રઢ સંકલ્પ કરવો જરૂરી છે.