ગુજરાતમાં 'વસ્તી ગણતરી-2027'નો પ્રારંભ.
ગુજરાતમાં 'વસ્તી ગણતરી-2027'નો પ્રારંભ.
Published on: 31st May, 2026

ગુજરાતમાં 'વસ્તી ગણતરી-2027'નો શુભારંભ 1 જૂન, 2026થી થશે. આ ગણતરી ડિજિટલ માધ્યમથી થશે અને તેમાં બે તબક્કામાં કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન થશે. બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી (PE) અને જાતિ ગણતરી હાથ ધરાશે. નાગરિકો 'સ્વ-ગણતરી' દ્વારા ઓનલાઈન માહિતી આપી શકશે. માહિતી ગુપ્ત રખાશે, પરંતુ માહિતી ન આપવા બદલ દંડની જોગવાઈ છે.