IPS પ્રોબેશનર કરણ પન્નાની DPT પૂર્ણ.
IPS પ્રોબેશનર કરણ પન્નાની DPT પૂર્ણ.
Published on: 31st May, 2026

IPS પ્રોબેશનર કરણ પન્નાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ડિસ્ટ્રિક્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (DPT) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા કરણ પન્નાને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન તેમની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરી પ્રશંસનીય રહી હતી. સમગ્ર સુરેન્દ્રનગર પોલીસ પરિવારે કરણ પન્નાને રાષ્ટ્ર અને જનતાની સેવામાં નવી ઊંચાઈઓ સર કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.