વડોદરાના વાડી વિસ્તારમાં જર્જરિત મકાનની છત ધરાશાઈ
વડોદરાના વાડી વિસ્તારમાં જર્જરિત મકાનની છત ધરાશાઈ
Published on: 02nd July, 2026

વડોદરાના વાડી વિસ્તારમાં એક જૂના મકાનની છત ધડાકા સાથે ધરાશાઈ થતાં મોહમ્મદ અલ્તાફ અને નૂર જહાબા નામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના પરોઢિયે બની હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓએ સ્થળ પર પહોંચી બંને ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ચોમાસામાં જર્જરિત મકાનો જોખમી બની રહ્યા છે.