હાઇકોર્ટે સુરત ડિમોલિશન મામલે સરકાર અને SMCને ફટકાર લગાવી
હાઇકોર્ટે સુરત ડિમોલિશન મામલે સરકાર અને SMCને ફટકાર લગાવી
Published on: 02nd July, 2026

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સામે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે, 'અમારી સત્તાને પડકારશો નહીં.' SMC દ્વારા રજૂ કરાયેલ ઇન્કવાયરી રિપોર્ટને કોર્ટે 'આંખમાં ધૂળ નાખવા સમાન' ગણાવી ફગાવી દીધો. કોર્ટે પૂછ્યું કે, શું નાગરિકો પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી? મોટા પાયે ડિમોલિશન થયું અને સરકાર અજાણ રહી તે વાત માનવામાં આવતી નથી. મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માટે તપાસ નીચલી કેડરને સોંપાઈ રહી છે, જે યોગ્ય નથી. કોર્ટે પોલીસ દ્વારા FIR ન નોંધાવા પર પણ આકરા પ્રશ્નો પૂછ્યા.